GNA BALASINOR – SAGAR ZALA
આજરોજ બાલાસિનોર નગરમાં જેસીઆઇ બાલાસિનોર અને જેકે સિમેન્ટ દ્વારા રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં બાલાસિનોર તાલુકા અને અન્ય જિલ્લાના દોડવીરો એ ભાગ લીધો હતો.આ દોડ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી હતી.જેમાં જેમાં 300 થી વધારે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે 200 થી વધારે અન્ય સ્પર્ધકો ભાગ લીધો.આ મેરેથોન -2023 માં જેસીઆઇ નાં ઝોન પ્રેસિડેન્ટ જેસી અનંત ભરૂચા , જે કે સુપર સિમેન્ટના અધિકારીઓ તાહિરભાઇ ,રાજેશભાઇ, સ્પોન્સર શ્રીઓ નિર્મલ ઈન્ટરનેશનલ સ્કુલ,સર્વોદય હોસ્પિટલ,સાગર સર્જિકલ હોસ્પિટલ,લાયન્સ કલ્બ,રેડક્રોસ સોસાયટી બાલાસિનોર નગરપાલિકા ના પ્રતિનિધિઓ,

અતિથી વિશેષ બાલાસિનોર પીઆઇ અનશુમન નિનામા , પાર્થ પાઠક અને બાલાસિનોર નગરપાલીકા પ્રમુખ ભૂપેન્દ્ર ચૌહાણ હાજર રહી સ્પર્ધકો ને પ્રોત્સાહિત કર્યા. મેરેથોન 2023 નુ સફળ આયોજન જેસીઆઇ પ્રમુખ મુકેશ લાલવાની અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામા આવ્યું.
Great news